બોરોન $(B)$ સમૂહનાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ સમૂહના તત્તોમાં પરમાણુક્રમાંક વધે તેમ નવો કોશ ઉમેરાય છે. તેથી કેન્દ્ર અને બાહ્યતમ કોશના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે. પરિણામે ત્રિજ્યા વધે છે.

આ જ પ્રમાણે આયનીય ત્રિજ્યા માટે પણ પરમાણુક્રમાંક વધે તેમ આયનીય ત્રિજ્યા પણ વધે છે.

$\mathrm{Ga}$ ની પરમાણ્વીય ત્રિજ્યા $\mathrm{Al}$ ની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં ઓછી હોય છે, કારણ ke અહી ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં $d$-કક્ષકો આવેલા છે. જ્યારે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં $d$-કક્ષકો આવેલી નથી.

$Ga$ માં રહેલા વધારાના $10 d$ ઈલેક્ટ્રોન બાહ્યતમ ઈલેક્ટ્રોન માટે તેમાં વધેલા કેન્દ્રીય વીજભાર પ્રત્યે માત્ર નબળી સ્ક્રિનિંગ (આવરણ) અસર દર્શાવે છે. પરિણામે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા $(135\,pm)$ એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા $(143\,pm)$ કરતાં ઓછી હોય છે.

જોકે આયનીય ત્રિજ્યા માટે નિયમિત વલણ જેવા મળે છે.

Similar Questions

$X$ એ $NaOH$ ની જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી $Y$ બનાવે છે અને $H_2$ આપે છે. $Y$ ના જલીય દ્રાવણને $323\, K - 333\, K$ તાપમાને ગરમ કરતા અને તેમાં $CO_2$ વાયુ તેમાંથી પસાર કરતા $Al_2O_3$ અને $Z$ આપે છે. $Z$ ને $1200\,^oC$ તાપમાને ગરમ કરતા $Al_2O_3$ બને છે, તો $X, Y$ અને $Z$ અનુક્રમે શું હશે ?

$AlCl_3$ એ ...

નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ ઊભયગુણી છે?

હાઇડ્રોજન નીચેનામાંથી કોનું રીડક્શન કરી શકશે નહી?

ગેલિયમની ઓક્સિડેશન અવસ્થા જણાવો.